sugcollegeofedu@gmail.com
+91 79 26600474
Affiliated to Indian Institute of Teacher Education approved by NCTEE

Navratri

Navratri

Navratri

આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. આપણા દેશમાં ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી થતી હોય છે. શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે એટલે સમાજમાં ઉજવાતા ઉત્સવોનું જ્ઞાન તથા મહત્વ વિદ્યાર્થીઓ શાળા જીવન દરમિયાન પ્રાપ્ત કરે તે ઇચ્છનીય છે. આ સંદર્ભે કેટલાક તહેવારોની ઉજવણી અમારી કોલેજમાં કરવામાં આવે છે. તેમાં નવરાત્રિનો તહેવાર પણ એક છે જેની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. નવરાત્રિ એ ગુજરાતીઓનો અનોખો તહેવાર છે. નવરાત્રિના નવ દિવસોમાંથી કોઈ પણ એક દિવસે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવ ધાર્મિક ન રહેતા સામાજિક બની જાય છે. અગાઉથી કરેલ આયોજન મુજબ આ દિવસે પ્રથમ આદ્યશક્તિ અંબામાની આરતી કરવામાં આવે છે. ત્યારબાદ પ્રસાદ વહેંચવામાં આવે છે. અને ત્યારબાદ ડી.જે.ના તાલે તાલીમાર્થીઓ તેમજ સૌ સ્ટાફગણ ગરબાની રમઝટ બોલાવે છે.