sugcollegeofedu@gmail.com
+91 79 26600474
Affiliated to Indian Institute of Teacher Education approved by NCTEE

Yoga Day

Yoga Day

Yoga Day

ગુજરાત યુનિવર્સીટી દ્વારા બી.એડ્ અભ્યાસક્રમના ત્રીજા સેમેસ્ટરમાં ફાઉન્ડેશન કોર્સ તરીકે યોગ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં પણ ભારતની પહેલને કારણે વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એટલેકે 21મી જૂનના દિવસે અમારી કોલેજમાં પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

યોગ દિવસની ઉજવણી કરવા માટે સપ્તાહ અગાઉ તાલીમાર્થીઓને જુદા-જુદા આસનો તેમજ પ્રાણાયામની તાલીમ યોગ શિક્ષક દ્વારા આપવામાં આવે છે. યોગાસનો તથા પ્રાણાયામ કરવા માટે અલગ ખંડમાં વ્યવસ્થા કરવામાં આવે છે. બધા તાલીમાર્થીઓ તેમજ અધ્યાપકો દ્વારા પદ્ધતિસર વિવિધ આસનો તથા પ્રાણાયામ કરવામાં આવે છે.

સાંપ્રત સમયમાં ઝડપી જીવનશૈલીમાં વિવિધ સમસ્યાનો સામનો કરવા તેમજ તણાવભરી પરીસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે યોગનું ખુબ જ મહત્વ છે. આજના તાલીમાર્થીઓ ભવિષ્યના શિક્ષકો છે. જો આ તાલીમાર્થીઓ યોગનું મહત્વ સમજશે તો ભાવિ પેઢીને ખૂબ જ ફાયદો થશે.