Cultural Programme
ડિસેમ્બર – જાન્યુઆરી માસ દરમ્યાન કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન દ્વારા બે હેતુ સિદ્ધ થાય છે. એક તો સતત શિક્ષણ અને તાલીમના ભારમાંથી તાલીમાર્થીઓને થોડી મુક્તિ મળે છે અને બીજો હેતુ એ કે તેમનામાં રહેલ કલા – કૌશલ્યને બહાર કાઢી શકાય છે.
કોલેજ કેમ્પસમાં જ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગરબો, નૃત્ય, દોહા-છંદ, લગ્નગીતો, ફટાણા તેમજ ભજન જેવા લોકસંગીતનો સમાવેશ કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓ ભારતીય લોકસંગીતનું મહત્વ સમજે છે. વળી સંસ્કૃતિનાં આ અભિન્ન અંગને જીવંત પણ રાખી શકાય છે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ઇન્ચાર્જ અધ્યાપકની દેખરેખ નીચે થાય છે. કાર્યક્રમનું સંચાલન પણ કોઈ તાલીમાર્થી દ્વારા જ થાય છે. તાલીમાર્થીઓમાં રહેલી કલા કૌશલ્યને અન્યાય ના થાય અને બધાને સરખી તક પ્રાપ્ત થાય તે બાબત પણ ધ્યાનમાં રખાય છે.