Institute Visit
ઔપચારિક શિક્ષણ આપતી સંસ્થાઓથી વિદ્યાર્થીઓ પરિચિત હોય છે.પરંતુ સ્વયંસેવી સંસ્થાઓ, વ્યવસાયિક સંસ્થાઓ તથા સરકારના જુદા-જુદા વિભાગો અંતર્ગત શિક્ષણમાં યોગદાન આપતી ઘણી બધી સંસ્થાઓ દેશમાં તેમજ રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાઓ વિદ્યાર્થી અને વર્ગખંડ એમ બે ધ્રુવો વચ્ચે સિમીત ન રહેતા સમાજમાં શિક્ષણના પ્રચાર અને પ્રસારનું કાર્ય સુપેરે નિભાવતી હોય છે. આવી જુદી-જુદી સંસ્થાઓનો તાલીમાર્થીઓને પરિચય કરાવવાથી તેઓ પણ પોતાનું યોગદાન આપી શકે તેના બીજ રોપાય છે. અમારી કોલેજ માંથી પણ આવી જુદી -જુદી સંસ્થાઓની મુલાકાતનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.
સંસ્થા મુલાકાત દરમિયાન સંસ્થાનો ઉદભવ, સંસ્થાના હેતુઓ, સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વગેરે વિશે વિસ્તૃત માહિતી જે-તે સંસ્થાના અધિકૃત વ્યક્તિ દ્વારા અમારા તાલીમાર્થીઓ મેળવે છે. અમારી કોલેજ દ્વારા નીચેના જેવી સંસ્થાઓની મુલાકાતનું આયોજન કરવામાં આવતું હોય છે.
- ગુજરાત શૈક્ષણિક અને ટેક્નોલોજી ભવન (G.I.E.T.)
- ગૂજરાત વિદ્યાપીઠ
- ગાંધી આશ્રમ
- સાયન્સ સીટી
- અંધ જન મંડળ
- ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી
- ગુજરાતી સાહિત્ય પરિષદ
- વિશ્વકોષ કેમ્પસ
- કનોરીયા/વિઝ્યુઅલ આર્ટ સેન્ટર
- દૂરદર્શન કેન્દ્ર
- વેધશાળા વગેરે