Picnic/ Tour
શિયાળુસત્ર દરમ્યાન કોલેજમાંથી તાલીમાર્થીઓની માંગને ધ્યાનમાં રાખી પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. મોટેભાગે સમગ્ર પ્રયોગિક કાર્ય અને ઈતર પ્રવૃત્તિઓની સમાંપ્તી બાદ જ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. તાલીમાર્થીઓ પાસે જ પ્રવાસના વિવિધ સ્થળો મંગાવવામાં આવે છે. સમગ્ર પ્રવાસનું આયોજન જેમકે, ક્યાં જવું, કેટલા દિવસ જવું, શું ખર્ચ કરવો વગેરેનું આયોજન તાલીમાર્થીઓ જ કરે છે. પ્રવાસના સ્થળો માં ખાસ કરીને અભયારણ્ય, રાષ્ટ્રીય સ્મારક, ઐતિહાસિક જગ્યાઓ, મંદિર જેમ કે દ્વારકા – સોમનાથ, ભારત – પાકિસ્તાન સીમા જેવા સ્થળો નક્કી કરવામાં આવે છે.
પ્રવાસ દરમ્યાન તાલીમાર્થી ભાઈઓ-બહેનો માટે રહેવાની તેમજ ભોજનની વ્યવસ્થાનું ખાસ ધ્યાન રખાય છે. કોઈપણ પ્રકારની ગેરશિસ્ત ના થાય તેનું ખાસ કાળજી રાખવામાં આવે છે.
તાલીમી કોલેજ માંથી પ્રવાસનું આયોજન થાય ત્યારે અહીં પણ તાલીમાર્થીઓ તાલીમમાંથી બાકાત રહેતા નથી. તાલીમાર્થીઓ શિક્ષક બની જયારે શાળામાં જાય ત્યારે કેવી રીતે પ્રવાસનું આયોજન કરશે ? કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશે ? તે સર્વે બાબતો એક લેસન શીખવી જાય છે. આં તાલીમી સંસ્થાઓના પ્રવાસ મનોરંજન સાથે સાથે અચુક તાલીમ આપનારો હોય છે.