Praveshotshav
યુનિવર્સિટી દ્વારા પ્રવેશની કાર્યવાહી પૂર્ણ કરીને પ્રથમ દિવસે કોલેજમાં પ્રવેશ લેતાં પ્રશિક્ષણાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે નવા પ્રવેશપાત્ર પ્રશિક્ષણાર્થીઓ વિદ્યાર્થી મટીને પ્રશિક્ષણાર્થી તરીકે પ્રવેશ પામતા ઉત્સાહથી થનગનતા હોય છે. એક શિક્ષક્ની સાથે એક સંપૂર્ણ માનવ બનવાની ઝંખના સાથે પ્રવેશ પ્રાપ્ત કરતા હોય છે. મનમાં એક નવી જ જિજ્ઞાસા લઈને સંસ્થામાં પ્રથમ દિવસે પગ મૂકે ત્યારે સંસ્થામાં તેમને આત્મીયતાનો અનુભવ થાય, પોતાના અસ્તિત્વની નવી સંસ્થામાં નોંધ લેવાય એ હેતુથી અમારી કોલેજમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
પ્રવેશોત્સવના દિવસે પ્રવેશપાત્ર દરેક તાલીમાર્થીઓને કુમકુમ અને અક્ષતથી તિલક કરીને ફૂલ નહિ તો ફૂલની પાંખડી એટલે કે પેન –પાઉચ જેવી વસ્તુઓ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ આચાર્યશ્રી દ્વારા સંસ્થાનો અને સંસ્થાના સ્ટાફનો સક્ષિપ્ત પરિચય કરાવવામાં આવે છે. સાથે દરેક નવા તાલીમાર્થીઓનો સક્ષિપ્ત પરિચય લેવામાં આવે છે.