Sports Day
તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહેલું છે. વિદ્યાર્થી શારીરિક રીતે સ્વસ્થ હશે તો જ તે શિક્ષણમાં એકાગ્ર થઈ શકે. શિક્ષણની સાથે-સાથે રમતગમતનું પણ એટલુંજ મહત્વ છે. આજના બી.એડ્ના તાલીમાર્થીઓ ભવિષ્યના શિક્ષકો છે. એટલે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને રમાડી શકાય તેવી રમતો અને તેના નિયમોની જાણકારી શિક્ષકોને હોય તે જરૂરી છે. તાલીમાર્થી રમતનું મહત્વ સમજે તે માટે બી.એડ્.અભ્યાસક્રમમાં ત્રીજા સેમેસ્ટરમાં ફાઉન્ડેશન કોર્સ તરીકે રમતગમતનો વિષય તરીકે સમાવેશ પણ કરેલ છે. તાલીમાર્થીઓને રમતગમત તેમજ તેના નિયમોનો પ્રત્યક્ષ અનુભવ મળી રહે તે માટે કોલેજમાં એક દિવસ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.જે માટે અગાઉથી આયોજન કરવામાં આવે છે. સાંઘિક રમતો તેમજ વ્યક્તિગત રમતોમાં ભાગ લેનાર તાલીમાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ સ્પોર્ટ્સ ડે ના દિવસે સાંઘીક રમતો જેવી કે ખો-ખો, કબડ્ડી, ક્રિકેટ વગેરે. તેમજ વ્યક્તિગત રમતો જેવી કે સિક્કા શોધ, લાંબી દોડ, કોથળા દોડ, ચક્ર ફેંક, લીંબુ ચમચી, સંગીત ખુરશી વગેરે જેવી રમતો કોલેજના મેદાનમાં રમાડવામાં આવે છે. ત્યારબાદ દરેક રમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવે છે. તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે.