sugcollegeofedu@gmail.com
+91 79 26600474
Affiliated to Indian Institute of Teacher Education approved by NCTEE

Swachchhata Abhiyan

Swachchhata Abhiyan

Swachchhata Abhiyan

“મિશન સ્વચ્છ ભારત અભિયાન” કાર્યકર્મના અનુસંધાનમાં સંસ્થામાં દર વર્ષે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. સ્વચ્છતા અભિયાનનો મૂળ હેતુ ભાવી શિક્ષકોમાં સ્વચ્છતાનું મૂલ્ય વિકસાવવાનો છે. વર્ષ દરમ્યાન પ્રશિક્ષકોની તાલીમ અને શૈક્ષણિક કાર્યને અડચણ ના પહોંચે તે રીતે અનુકુળ દિવસ પસંદ કરી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

જુદા જુદા કાર્યની વહેંચણી તાલીમી શિક્ષકગણ દ્વારા નક્કી કરવામાં આવે છે. સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં તાલીમી શિક્ષકો તેમજ સંસ્થાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની સરખી હિસ્સેદારી રહે છે. પૂર્વ આયોજનમાં પ્રશિક્ષકો જરૂરી સાધન સામગ્રી જેવી કે કચરાપેટી, ઝાડું, સાવરણી, ગાભા,પોતા, ફીનાઈલ, પાવડર, વગેરે એકઠું કરે છે. સ્વચ્છતા અભિયાનના આગલા દિવસે ઇન્ચાર્જ અધ્યાપકના માર્ગદર્શન હેઠળ કેટલાક જરૂરી સૂચનો આપવામાં આવે છે, જેમ કે,

  • જુના કપડા પહેરીને આવવું.
  • સાફસફાઈ કરતી વખતે પુરતી સાવચેતી રાખવી.
  • શારીરિક ઈજા ના થાય તેની તકેદારી રાખવી.
  • દીવાલ પર ચડતી વખતે, ઉતરતી વખતે અને પંખા સાફ કરતી વખતે ધ્યાન રાખવું.
  • સ્વચ્છતા કાર્યક્રમ માટે કરેલ તમામ ખર્ચના બીલ લાવવા.