એસ .યુ .જી .કોલેજ ઓફ એજયુકેશનમાં અભ્યાસક્રમના ભાગ રૂપે ગણિત –વિજ્ઞાન વિષય પદ્ધતિના તાલીમાર્થીઓ દ્વારા સેમેસ્ટર -3 દરમિયાન ગણિત અને વિજ્ઞાનના ધોરણ -૬ થી ૧૦ સુધીના પાઠ્યક્રમમાંથી ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન ,રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વગેરે વિષયમાંથી કોઈ પણ એક વિષયમાં કુલ ૧૦ પ્રયોગ કરવામાં આવે છે. ગણિત –વિજ્ઞાન વિષય શિક્ષણની પદ્ધતિઓ જેવી કે આગમન –નિગમન પદ્ધતિ ,પૃથક્કરણ –સંયોગીકરણ પદ્ધતિ ,નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ ,પ્રોજેક્ટ પદ્ધતિ વગેરે પદ્ધતિઓ અને માઈન્ડ મેપિંગ ,સ્વાધ્યાય પ્રયુક્તિ જેવી અન્ય પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને પ્રયોગો કરવામાં આવે છે .દરેક તાલીમાર્થી ઉપરોક્ત જણાવેલ વિષયોમાંથી કુલ ૧૦ પ્રયોગ કરે છે અને ત્યારબાદ દરેક પ્રયોગના અવલોકનોની નોંધ કરે છે. બધા પ્રયોગો પૂર્ણ થયા પછી પ્રયોગોના અવલોકનોની નોંધ એકબીજા તાલીમાર્થી સામે રજૂ કરે છે .