Independent Day
દર વર્ષે તારીખ ૧૫ મી ઓગસ્ટના રોજ સ્વાતંત્રદિન ની ઉજવણી કરવામાં આવે છે. નવા પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓને કાર્યક્રમનું આયોજન સોંપવામાં આવે છે. જરૂર જણાય ત્યાં અધ્યાપક્ માર્ગદર્શન પૂરું પાડે છે. કાર્યક્રમની તૈયારીની શરૂઆત ઓગસ્ટ માસની શરૂઆતથી જ કરી દેવામાં આવે છે.
તાલીમાર્થીઓ સ્વતંત્ર રીતે જ કાર્યક્રમનું આયોજન કરે છે. કાર્યક્રમની સૂચીમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે સાથે વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરવામાં આવે છે જેમ કે નાટક, એક પાત્રીય અભિનય, દેશ ભક્તિગીત. મુખ્ય મહેમાનનું સ્વાગત અને પ્રવચન, આચાર્યશ્રીનું વક્તવ્ય અને અધ્યાપક્ગણ ના પ્રવચનનો પણ સમાવેશ કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમને ખુબજ ચીવટપૂર્વક તૈયાર કરવામાં આવે છે.
તારીખ ૧૫મી ઓગસ્ટના રોજ સવારે ૭.૩૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવે છે. ત્યારબાદ સમૂહમાં રાષ્ટ્રગાન થાય છે. આચાર્યશ્રી મુખ્ય મહેમાનનો પરિચય આપી પ્રાસંગિક પ્રવચન આપે છે. બાદ મુખ્ય મહેમાન સ્વાતંત્રદિનના સંદર્ભમાં વક્તવ્ય આપે છે. ત્યારબાદ તાલીમાર્થીઓ દ્વારા નાટક, ગીત, એક પાત્રીય અભિનય વગેરે રસપ્રદ રીતે રજુ કરવામાં આવે છે.
આમ સ્વાતંત્રદિન પર્વની ઉજવણી ખુબજ આનંદ તેમજ હર્ષોલ્લાસ સાથે કરાય છે. આ દિનની ઉજવણી કોલેજ કેમ્પસમાં આવેલ અન્ય કોલેજો તેમજ હાઇસ્કૂલ બધા એક સાથે મળીને કરે છે.