Teachers Day
દર વર્ષે તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકદિન કાર્યક્રમની તમામ તૈયારી પ્રશિક્ષકો દ્વારા જ કરવામાં આવે છે. તાલીમાર્થીઓમાંથી જ આચાર્યની પસંદગી કરવામાં આવે છે. વિવિધ વિષય પદ્ધતિના તાલીમાર્થીઓમાંથી વિષય પદ્ધતિના અધ્યાપકની પસંદગી કરવામાં આવે છે. રસપ્રદ વાત તો એ છે કે આ જ તાલીમાર્થીઓમાંથી સ્વૈચ્છિક પટાવાળાની પણ પસંદગી કરવામાં આવે છે. વળી ક્લાર્ક તેમજ ગ્રંથપાલની પણ પસંદગી કરવામાં આવે છે.
આચાર્ય તરીકે પસંદગી પામેલ પ્રશિક્ષક શિક્ષકદિનના દિવસે આચાર્યની કામગીરી જેવીકે, સમય પત્રકનું આયોજન, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ એમ બધાને કામગીરીની સોંપણી કરે છે. વરણી પામેલા અધ્યાપકો સમયપત્રક મુજબ પોતાના તાસમાં જાય છે. બિન શૈક્ષણિક કર્મચારીઓમાં ક્લાર્ક વહીવટી કામગીરી બજાવે છે. ગ્રંથપાલ પુસ્તકાલય સંભાળે છે તેમજ સેવક ભાઈઓ સમયપત્રક મુજબ બેલ વગાડવાનું કામ કરે છે.
સમગ્ર ક્ર્યાક્રમનું આયોજન પૂર્વોક્ત કરી દેવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન પણ તાલીમાર્થીઓ જ કરે છે. જરૂર જણાય ત્યાં ઇન્ચાજ અધ્યાપક માર્ગદર્શન પુરુ પાડે છે. આમ ખુબજ ખેલદિલી પૂર્વક સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે.