Republic Day
તારીખ ૨૬ મી જાન્યુઆરીના રોજ સંસ્થામાં દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાર્યક્રમની તૈયારી પખવાડિયા અગાઉથી જ શરુ કરી દેવામાં આવે છે. કાર્યક્રમનું આયોજન તાલીમાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે. ઇન્ચાર્જ અધ્યાપક તાલીમાર્થીઓ માટે માર્ગદર્શકની ભૂમીકા ભજવે છે. ગણતંત્ર દિવસની ઉજવણી કરવા તાલીમાર્થીઓ દ્વારા કાર્યક્રમની સૂચી તૈયાર કરવામાં આવે છે. જેમાં ધ્વજવંદન, રાષ્ટ્રગાન, દેશભક્તિ ગીતો, એક પાત્રીય અભિનય, સામાજિક સંદેશો પાઠવતું નાટક, મુખ્ય મેહેમાંનનું પ્રવચન, આચાર્યશ્રીનું તેમેજ અધ્યાપકોના પ્રવચનો જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. વિવિધ પ્રવુંત્તિઓમાં તાલીમાર્થીઓ ભાગ લે તે માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તાલીમાર્થીઓમાં છુપાયેલા કૌશલ્યો જાણી તેનો વિકાસ કરવાનો હેતુ પણ આ કાર્યક્રમમાં સાર્થક થાય છે.
કાર્યક્રમની શરૂઆત ગણતંત્ર દિવસના રોજ સવારે ૭.૩૦ કલાકે ધ્વજ વંદનથી થાય છે. ત્યારબાદ સમુહમાં રાષ્ટ્રગાન કરવામાં આવે છે. ત્યારબાદ આમંત્રિત મહામાનોનું સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન થાય છે. આચાર્યશ્રી મહેમાનોનો પરિચય આપી પ્રાસંગિક પ્રવચન આપે છે. બાદ તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ નાટક, ગીતો, એક પાત્રીય અભિનય વગરે ક્રમશઃ રજુ કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમ ખુબજ શાંતિ તેમજ આયોજનબદ્ધ કરવામાં આવે છે.
ગણતંત્ર દિવસની ઉજવણી સાથે તાલીમાર્થીઓને કાર્યક્રમ સંચાલન તેમજ આયોજન કરવાની સ્વતંત્ર તક પ્રાપ્ત થાય છે, જેથી આવનારા ભવિષ્યમાં તાલીમાર્થી શિક્ષક બની કોઈ શાળામાં જાય ત્યારે આ પ્રકારના કાર્યક્રમો કરવામાં હમેશા અગ્રણી અને ઉત્સાહી રહે.છે.
આ દિનની ઉજવણી કોલેજ કેમ્પસમાં આવેલ અન્ય કોલેજો તેમજ હાઇસ્કૂલ બધા એક સાથે મળીને કરે છે.