sugcollegeofedu@gmail.com
+91 79 26600474
Affiliated to Indian Institute of Teacher Education approved by NCTEE

Gandhinagar Visit

Gandhinagar Visit

Gandhinagar Visit

અત્રેની સંસ્થા શિક્ષક પ્રશિક્ષકોને તૈયાર કરતી તાલીમ સંસ્થા છે. ભાવી શિક્ષકો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઇ શકે તે હેતુથી દર વર્ષે GCERT, BISAG, પાઠ્યપુસ્તક મંડળ, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી), GSEB તેમજ શિક્ષણમંત્રી સાથે મુલાકાત થાય તેવા એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવે છે.

વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેવા આગોતરા પરવાનગી મેળવવામાં આવે છે. ત્યાર બાદ ચોક્કસ દિવસ નક્કી કરી બધાજ તાલીમાર્થીઓને પરિવહન વ્યવસ્થા કરી ગુજરાત રાજ્ય પાટનગર – ગાંધીનગર ખાતે લઇ જવામાં આવે છે. અહીં વિવિધ સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે જેવા કે,

  • GCERT – ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ કેવીરીતે શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે તેની ભાવી શિક્ષકોને માહિતી આપવમાં આવે છે.
  • BISAG – આધુનિક સમયમાં on line education વિવિધ વિષયોમાં કેવીરીતે આપવામાં આવે છે તે પ્રશિક્ષકોને સમજાવવામાં આવે છે. વળી અહીં અત્યાધુનિક તાક્નીકીથી સજ્જ એવા વ્યાખ્યાન ખંડો તેમજ સ્ટુડીઓની પણ મુલાકાત કરાવાય છે.
  • પાઠ્યપુસ્તક મંડળ – અહીં ગુજરાત રાજ્યના જુદા જુદા ધોરણોમાં ભણાવવામાં આવતા વિવિધ પાઠ્યપુસ્તકો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે.
  • FSL ( ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ) – ગુજરાત રાજ્યની FSL ( ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ) કેવી રીતે ગુના વિષયક સુક્ષ્મ બાબતો ઉપર કામ કરે છે, કલ્પના ના કરી શકાય તેવી રીતે ગુનેગાર સુધી પુરાવાના આધારે કેમ કરી પહોંચી શકાય તે વિષે ઊંડાણ પૂર્વક પ્રશિક્ષકોને સમજાવવામાં આવે છે.
  • GSEB – ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ કેવી રીતે શિક્ષણની નીતિ વિષયક બાબતો પર કામ કરે છે તેની જાણકારી અહીં આપવામાં આવે છે. વળી SSC તેમજ HSC બોર્ડના પરીક્ષાના આયોજન અને પરિણામ વિષે પણ સમ્જવાવમાં આવે છે.
  • શિક્ષણમંત્રી સાથે મુલાકાત : ખુબજ વ્યસ્ત સમયપત્રક હોવા છતા પણ રાજ્યના શિક્ષણમંત્રીની મુલાકાત અને તેમના આશીર્વચન માટે ક્યારેય તેમને ના કહેલ નથી. તાલીમી શિક્ષકોને અહીં વિધાનસભાની પણ મલકાત કરાવવામાં આવે છે.

સમગ્ર શૈક્ષણિક મુલાકાત દય્માયન પાસેજ આવેલ અડલજ ખાતે અડલજ ની વાવ કે જે સંસ્કૃતિક વારસાનાં પ્રતિક સમાન છે તેની પણ મુલાકાત કરાવીએ છીએ. સૌથી રસપ્રદ બાબત એ છે કે આ તમામ સ્થળો એક જ રૂટમાં આવતા હોવાથી તમામ સ્થળોએ એક જ દિવસ માં યોજી શકાય છે.