Science Day
28 ફેબ્રુઆરી નો દિવસ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. અમારી કોલેજમાં પણ વિજ્ઞાન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.મહાન ભૌતિક વિજ્ઞાની શ્રી ચંદ્રશેખર વેંકટરામનને આ દિવસે મહાન શોધ પ્રકાશ સાત રંગોનો બનેલો છે એ માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. તેની યાદમાં સમગ્ર દેશમાં આ દિવસ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે અમારી કોલેજમાં વર્ગખંડમાં જુદા જુદા વૈજ્ઞાનિકોના ફોટા લગાવવામાં આવે છે. જુદાજુદા વૈજ્ઞાનિકોએ કરેલી મહાન શોધો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે.એમણે કરેલી મહાન શોધોને કારણે આજે આપણે સગવડભર્યું જીવન વ્યતિત કરીએ છીએ એ બદલ વૈજ્ઞાનિકોનો આભાર માનવામાં આવે છે.