Annual Day
શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમના અંતિમ તબક્કામાં પ્રિલિમપરીક્ષા પછી અને વાર્ષિક પરીક્ષા પહેલા વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવે છે. અભ્યાસ કાળ દરમ્યાન અધ્યાપક્ગનના ઠપકા અને નાની મોટી પ્રશંશા પામનાર તાલીમી શિક્ષકને જયારે વિદાય આપવાની થાય ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાતા જોવા મળે છે.
પ્રશિક્ષક તરીકે પ્રવેશ મેળવનાર તાલીમી સ્નાતક તાલીમ કોલેજમાં આવે ત્યારે કોરી સ્લેટની જેમ આવતા હોય છે. પરંતુ આજ તાલીમાર્થીઓ જયારે માઈક્રો ટીચિંગ, સેમ્યુલેસન, stray lesion, બ્લુપ્રીન્ટ તેમજ બ્લોક ટીચિંગ જેવા એક પછી એક પગથિયા ચઢી સફળ શિક્ષક થઇ સમાજ સમક્ષ આવે ત્યારે તેનું તેજ નોખું જણાય છે.
વાર્ષિકદિનની ઉજવણી આયોજન બદ્ધ કરવામાં આવે છે. આ દિને તાલીમાર્થીઓ પોતાના અભ્યાસકાળ દરમ્યાન વીતેલા ખાતા મીઠા પ્રસંગો વાગોળે છે. ઈચ્છુક પ્રશીક્ષનાર્થીઓ સંસ્થા પ્રત્યે પોતાના પ્રતિભાવો આપે છે. આચાર્યશ્રી તેમજ અધ્યાપક્ગણના આશીર્વચન બાદ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવે છે. કાર્યક્રમને અંતે ભોજન લીધા બાદ બધા છુટા પડે છે.