Co-Curricular Activities
બી .એડ નો અભ્યાસક્રમ વર્ષ ૨૦૧૫ થી બે વર્ષનો થયો છે .આ અભ્યાસક્રમ તાલીમી હોવાથી અહી શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે જુદી–જુદી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ તેમજ ઈતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. બી.એડ્ની તાલીમ જીવનોપયોગી છે. આજના તાલીમાર્થીઓ આવતીકાલના શિક્ષકો છે. બાળકોનો સર્વાંગી વિકાસ કરવાની જવાબદારી શિક્ષણની હોવાથી તાલીમાર્થીઓને એ મુજબની તાલીમ આપવાના હેતુથી અમારી સંસ્થામાં પણ વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ , ઈતર પ્રવૃત્તિઓ તેમજ વિવિધ દિન –વિશેષની ઉજવણી કરવામાં આવે છે. જેમકે પ્રવેશોત્સવ, યોગદિવસ, ગુરુપૂર્ણિમા, હિન્દીદિવસ, ઓઝોનદિવસ, વિવિધ સંસ્થા મુલાકાત, નવરાત્રિ, સ્પોર્ટ્સ દિવસ ..વગેરે ….
આ વિવિધ પ્રવૃત્તિઓ પછી તેના અહેવાલનું લેખનકાર્ય કોઈ બે તાલીમાર્થી પાસે કરાવવામાં આવે છે અને બીજા દિવસે પ્રાર્થના સભામાં તેનું વાંચન કરાવવામાં આવે છે.પ્રવૃત્તિ દરમિયાન પ્રવૃત્તિના જુદા જુદા ફોટોગ્રાફ્સ તેમજ વિડીયોગ્રાફી કરવામાં આવે છે અને ત્વરિત આચાર્યશ્રી દ્વારા બુલેટીન બોર્ડ પર ફોટોગ્રાફ્સ મુકાવવામાં આવે છે.